Skip to main content

Posts

Showing posts from September, 2025

આવકવેરાના કાયદા હેઠળ ખેતીની આવક પર નોંધ લખો, આવકવેરા ધારો 1961- LLB Sem 3

 આવકવેરાના કાયદા હેઠળ ખેતીની આવક પર નોંધ લખો કરવેરાની ખેતીવિષયક આવક વિશે આવકવેરા કાયદાની જોગવાઈઓની ચર્ચા કરો જવાબઃ ખેતીની આવક માત્ર દાણા કે અનાજની ખેતી કરવી તેવો મર્યાદિત અર્થ થતો નથી. તે અનાજ, શાકભાજી, ફળ-ફળાદિ, છોડ, ઘાસ, ચા, કૉફી, તંબાકુ, રૂ વગેરે હોઈ શકે. આ તમામ વસ્તુઓ જમાનમાંથી પેદા થાય છે અને તેનાં વેચાણમાંથી થતી આવક ખેતીની આવક ગણાય. નર્સરીનાં છોડમાંથી થયેલ આવક ખેતીની આવક ગણાય. પરંતુ પશુપાલન ઉછેર, મરઘાં ઉછેર, દહીં કે છાસના વેચાણમાંથી થતી આવક ખેતીની આવક ગણાતી નથી.  ખેતીની આવક સંબંધમાં નોંધપાત્ર મુદ્દાઓ 1. જમીનમાંથી ભાડું અથવા મહેસૂલ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ એટલે કે જમીન, ભાડું અથવા મહેસૂલનું તત્કાળ અને અસરકારક સ્રોત હોવું જોઈએ. દા. ત. કોઈ ખેતીની જમીનનો માલિક પોતાની ખેતીની જમીન અન્ય કોઈ વ્યક્તિને તેના તરફથી ચૂકવવામાં આવનાર વર્ષાસનના અવેજના બદલામાં હર્ષાંતર કરે, તો આ વર્ષાસનની રકમ ખેતીની આવક ગણાય નહીં, પરંતુ ખેતીની જમીનનો માલિક પોતાની જમીન ભાડાપટ્ટે આપે, તો ભાડાપટ્ટાની રકમ ખેતીની આવક ગણાય. 2. જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ ખેતીની જમીનમાંથી થતી આવક ખેતીની આવક ગણાય તે માટે આ જમ...

આવક એટલે શું? કુલ આવકમાં કઈ આવકનો સમાવેશ થાય છે? - આવકવેરા ધારો 1961, LLB Sem 3

 ક. 2(24)માં આ વ્યાખ્યા અપાયેલ છે. આવકની વ્યાખ્યામાં નીચેનાનો સમાવેશ થાય છેઃ (એ) ધંધો વ્યવસાયનો નફો કે લાભ બી) ડિવિડન્ડ સી) ચેરિટેબલ ટ્રસ્ટ, યુનિવર્સિટી કે હોસ્પિટલને મળેલ સ્વૈચ્છિક ફાળાની રકમ ડી) ક. 17 હેઠળ કરપાત્ર પગારના બદલે મળતો લાભ કે સવલતની કિંમત અે ઑફિસની ફરજો બજાવવા માટે કે અંગત ખ્ચને પહોંચી વળવા માટે અપાયેલ ખાસ ભથ્થું કે લાભ ઈ) કંપનીના ડિરેક્ટર કે સંગીન હિત ધરાવનારને કે તેના સંબંધીને કંપની તરફથી મળેલ લાભ કે સવલત એફ) ધંધા-વ્યવસાયનાં કારણે મળતો લાભ કે સવલત જી) મિલકત વેચાણનો મૂડીનફો એચ) પારસ્પરિક વીમાનો ધંધો કરતી વીમા કંપનીઓનો ક. 44 હેઠળનો નફો આઈ) સહકારી બેંકના બેંકિંગના ધંધાની અને સભ્યોને શાખ સગવડની આવક જે) ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે તે રકમ કે) લોટરી, ક્રોસવર્ડ કે ઘોડદોડની આવક એલ) ક.28(5) મુજબ પેઢીના ભાગીદારને મળેલ વ્યાજ, મહેનતાણું એમ) કર્મચારી કલ્યાણ માટેનાં ભંડોળમાં કર્મચારી પાસેથી માલિકને મળેલ રકમ એન) કીમેન ઈન્સ્યોરન્સ હેઠળ મળેલ રકમ ઓ) ધંધાવિષયક કોઈ પ્રવૃત્તિ ન કરવા બદલ કે કોપીરાઈટ, પેટન્ટ, જ્ઞાન અન્યને ન આપવા માટે થયેલ કરાર હેઠળ ચૂકવાયેલ રકમ પી) ક. 56(2) (XII) ...